Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ડો. મનીષ ગોસાઈનો કાલે જન્મદિન

રાજકોટ, તા. ૪ :. ડો. મનીષ ગોસાઈનો કાલે તા. ૫ના જન્મ દિવસ છે. શિશુકાળથી સંઘમાં તરૂણ સ્વયંસેવક તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત ૧૯૮૨થી ૧૯૮૩ સુધી અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગરના મંત્રી ૨૦૦૧થી ૨૦૦૪ સુધી વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગરના કાર્યકારી અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂકયા છે. તેઓ ૨૦૦૬થી ૨૦૦૭ સુધી ઈન્ડીયન મેડીકલ એસોસીએશનના પ્રેસીડેન્ટ, ૨૦૦૭થી ૨૦૦૯ કન્વીનર ભાજપ ડોકટર સેલ રાજકોટ તરીકે સેવા ઉપરાંત કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ ડોકટર એસોસીએશનના પ્રેસીડેન્ટ તરીકે પણ ફરજ બજાવી ચૂકયા છે. તેઓ કાલાવડ રોડ ઉપર ક્રિસ્ટલ મોલ પાછળ, જ્યોતીનગર મેઈન રોડ ઉપર શિવમ હોસ્પીટલ ધરાવે છે. હાલમાં ફ્રેન્ડસ કલબમાં પેટ્રન તરીકે સેવા આપી રહ્યા છે. તેમજ કુમકુમ ગ્રુપ સાથે સંકળાયેલા છે મો. ૯૮૨૪૨ ૧૨૦૩૬.

(12:03 pm IST)