Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુ.જાતિ વિભાગ દલિત સમાજના પૂર્વ પ્રમુખ

અશોક વાળાનો આજે જન્મદિન

રાજકોટઃ એન.એસ.યુ.આઈ. પુર્વ ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પુર્વ ડેલીગેટ સભ્ય ગુજરાત હરિજન વિકાસ પરિષદના ઉપપ્રમુખ ડો.બાબા સાહેબ આંબેડકર ફાઉન્ડેશનના પ્રમુખ, અનમોલ કો.ઓ.હાઉસીંગ સોસાયટીના પ્રમુખ સમતા સૈનિક દળ, રાજકોટના પ્રમુખ શ્રી અશોકભાઈ વાળાનો આજે જન્મ દિવસ છે. તેઓ જીવનના ૫૫ વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેમની સેવાની પૂર્વ રાજયપાલ આર.કે. ત્રિવેદીએ બિરદાવી સન્માન કરેલ.

તેઓને સામાજિક અને રાજનીતિના રાહબર પુર્વ નાણાપ્રધાન મનોહરસિંહજી જાડેજા (દાદા બાપુ) પાસેથી પ્રમાણિકતાના પાઠ ભણાવેલ. શ્રી અશોક વાળાને જન્મદિને મો.૯૪૨૭૭ ૨૦૪૮૯ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(4:00 pm IST)