Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

સંજય ચાવડાને રાજકારણનો રંગ, સેવાનો સંગ, જન્મદિનનો ઉમંગ

આઓ, મિલકર દીપ જલાએ,રિસ્તોકી નયી પ્રિત જગાએ...

રાજકોટઃ શહેર વોર્ડ નં.૫ ના યુવા ભાજપ અગ્રણી સંજય ચાવડાનો આજે તા.૧૭/૯ના જન્મદિવસ છે આજે તેમણે ૩૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

યુવાવયથી જ જાહેર જીવનની શરૃઆત કરનાર સંજય ચાવડા રાજકીયની સાથે સેવાકીય ક્ષેત્રે પણ અગ્રેસર રહ્યા છે.  વર્તમાનમાં તેઓ શહેર યુવા ભાજપમાં વોર્ડ નં.૫માં પાર્ટીનું સંગઠન વધુ સુદઢ બને તે દિશામાં પ્રયત્નશીલ રહ્યા છે.

હાલ ખોડીયાર મીત્રમંડળમાં પણ તેઓ જવાબદારી સંભાળી રહ્યા છે. સંજય ચાવડા પીઢ ભાજપ અગ્રણી ખીમજીભાઇ મકવાણાના ભાણેજ હોય કોરોના કાળ દરમ્યાન ખીમજીભાઇના માર્ગદર્શન હેઠળ રાહત રસોડા, રાશનકીટ વિતરણ જેવા સેવાકાર્યોમાં પણ સતત અગ્રેસર રહ્યા હતા. વિવિધ સેવાકીય કાર્યોમાં હંમેશા સક્રિય રહે છે ત્યારે સરળ અને સાલસ સ્વભાવ ધરાવતા હોવાથી વિશાળ મિત્રવર્તુળ ધરાવે છે ત્યારે આજે તેમના જન્મદિવસે ભાજપ અગ્રણીઓ, કાર્યકર્તાઓ, મીત્રો, શુભેચ્છકો, પરીવારજનો તરફથી મોબાઇલ નં. ૯૮૨૫૭૦૭૦૨૩ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(4:15 pm IST)