Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

નિવૃત કેળવણીકાર અને વૃક્ષપ્રેમી હરિભાઇ વેગડાનો આજે જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા. ૧૯ : નિવૃત કેળવણીકાર અને વૃક્ષપ્રેમી હરિભાઇ વેગડાનો આજે જન્‍મદિવસ છે. હરિભાઇ વેગડાએ શિક્ષણની સાથો-સાથ રાજકોટમાં અસંખ્‍ય વૃક્ષોનું પણ વાવેતર કર્યું છે જે વૃક્ષો આજે ઘટાટોપ થઇને લોકોને શિતળ છાંયો આપી રહ્યા છે. રાજકોટની જુદી-જુદી શાળાઓ તથા વિસ્‍તારમાં હરિભાઇ વેગડાએ  વૃક્ષો વાવ્‍યા હતા.
વૃક્ષોનું વાવેતર કરીને પોતાની જવાબદારી નિભાવવાની સાથો-સાથ વ્‍યવસ્‍થિત ઉછેર થાય તેનો પણ ખૂબ જ કાળજીપૂર્વક ખ્‍યાલ રાખતા હતા. પર્યાવરણ જતનનું કાર્ય પણ કરતા હતા.
હરિભાઇ ગોરધનભાઇ વેગડા (રાજકોટ)નો જન્‍મ તા. ૧૯ સપ્‍ટેમ્‍બર, ૧૯૩૮ના રોજ મોટાદડવા મુકામે થયેલ હતો. તેમની જીવનયાત્રાના ૮૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.શ્રી હરિભાઇ વેગડા ૧૯૫૨માં રાજકોટ ખાતે રાજગોર બ્રાહ્મણ બોર્ડિંગના પ્રથમ વિદ્યાર્થી હતા આલ્‍ફ્રેડ શાળામાં માધ્‍યમિક શિક્ષણ, ધર્મેન્‍દ્રસિંહજી કોલેજ અને પી.ડી.માલવિયા કોલેજમાં જી.એસ. તરીકે રહીને બી.એડ. પૂર્ણ કરી તેઓ શેઠ હાઇસ્‍કુલ સાથે જોડાયા. માૃતભૂમિનું ઋણ અદા કરવા તેઓએ ૧૯૬૦માં મોટા દડવા ખાતે હાઇસ્‍કૂલની સ્‍થાપના કરી જે સ્‍કૂલ આજે પણ સારી રીતે કાર્યરત છે.
૧૯૭૯માં મનુભાઇ પંચોલીની ઉપસ્‍થિતીમાં લોકભારતી સણોસરામાં ત્રણ દિવસના સેમિનારમાં ગુજરાતમાંથી ૨૮ કેળવણીકારોને બોલાવેલ તેમાં શ્રી વેગડા સાહેબને આમંત્રિત કરેલા અને તેઓએ શ્રેષ્‍ઠ મંતવ્‍ય આપી અને શિક્ષણ જગતમાં S.U.P.W. વિષય દાખલ કર્યો હતો.
હરિભાઇ વેગડાના (મો. ૯૭૧૪૭ ૬૦૮૪૦) ઉપર જન્‍મદિવસની શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

 

(12:10 pm IST)