Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

નાણા વિભાગના નાયબ સચિવ કોમલ પી. ભટ્ટનો જન્મદિન

રાજકોટ : રાજયના નાણા વિભાગમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી કોમલ પી. ભટ્ટ માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. તેમનો જન્મ ૧૯૭૭ ના વર્ષની તા. ૪ જાન્યુઆરીએ થયેલ. આજે યશસ્વી જીવનના ૪૬ માં વર્ષના પંથે પ્રયાણ કર્યુ છે. તેઓ ભુતકાળમાં તત્કાલીન  પંચાયત મંત્રી જયંતીભાઇ કવાડીયાના અંગત સચિવ અને માર્ગ મકાન વિભાગમાં નાયબ સચિવ તરીકે રહી ચૂકયા છે. બી. ઇ. ઇન્સ્ટ્રુમેન્ટ એન્જીનીયરની પદવી ધરાવે છે. આજે તેમના પર જન્મદિનની શુભેચ્છા વરસી રહી છે. ફોન નં. ૦૭૯ ર૩રપ૦૬૯ર મો. નં. ૯૯૭૮૪ ૦૭ર૯ર ગાંધીનગર

(12:09 pm IST)