Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

સાદગીના સારથિ જાહેર જીવનના મહારથી ટપુભાઈનો જન્મદિન

રાજકોટઃ. જાહેર જીવનમાં કાયમ મૂલ્યોનો ચળકાટ જાળવીને જુનુ એટલુ સોનુ કહેવત સાબિત કરનારા ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી ટપુભાઈ એલ. લીંબાસિયા આજે ગૌરવમય જીવનના ૮૪માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. (જન્મ તા. ૬ જાન્યુઆરી ૧૯૩૯)

મૂળ કૂવાડવા પાસેના ખેરડી ગામના વતની શ્રી ટપુભાઈ લીંબાસિયા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાથી ઓતપ્રોત છે. તેમણે તે વખતે બી.એ. જેવી ઉચ્ચ શૈક્ષણિક પદવી મેળવેલ. નાગરિક બેંકના પૂર્વ વાઈસ ચેરમેન અને વર્તમાન ડીરેકટર છે. શ્રી ગુરૂદતાત્રેય  સહકારી મંડળીના માધ્યમથી અનેક લોકોને હુંફ આપી છે. લેઉવા પટેલ સમાજ અને અન્ય સંસ્થાઓમા તેમનુ મહત્વનું યોગદાન છે. સંખ્યાબંધ યુવાનોની કારકિર્દીના શિલ્પી બની રહ્યા છે. સાદુ જીવન અને ઉચ્ચ વિચારો તેમની આગવી ઓળખ છે. ગમે તેટલી 'ધૂળ' તૌય ફુલ કદી મેલા થતા નથી. ફોન નં. ૦૨૮૧-૨૭૦૫૦૧૫, મો. ૯૪૨૮૨ ૦૦૦૯૯ - રાજકોટ

(11:22 am IST)