Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરનો આજે જન્મદિવસ

રાજકોટઃશહેર કોંગ્રેસના લડાયક પ્રમુખ અશોક ડાંગર માટે આજના સૂરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે તેમનો જન્મ તા.૧૦ જાન્યુઆરી ૧૯૬૧ ના દિવસે થયેલ આજે જાજરમાન જીવનના ૬૨માં વર્ષના દરવાજે ટકોરા માર્યા દીધા છે.

શ્રી અશોક ડાંગર વર્ષોથી રાજકીય ક્ષેત્રે કાર્યરત છે. ભૂતકાળમાં રાજકોટના મેયર પદે રહી ચૂકયા છે. જે તે વખતે અંદર-બહારના અનેક પડકારો છતા તેમણે વટથી પૂરી મુદત સુધી મેયર પદ શોભાવ્યું હતું. શહેર કોંગ્રેસનું સુકાન સંભાળ્યા પછી તેમણે પાર્ટીમાં નવો ધબકાર અને વિપક્ષમાં નવો પડકાર ઉભો કરી દીધો છે. સાથેવાળાની ખૂબીઓથી અને સામેવાળાની ખામીઓથી વાકેફ છે. તેજ, તાકાત અને તરવરાટ તેમની આગવી ઓળખ છે. જરૂર પડે ત્યારે શબ્દો 'ચોળવા' કરતા 'ચોડવા' માટે જાણીતા છે. આજે જન્મદિને તેમણે ર૦ર૦ના વર્ષની રાજકીય પરીક્ષામાં સૌના સાથથી સફળ થવાનો સંકલ્પ દોહરાવ્યો છે. ઔકાત નહિ પ્રતિસ્પર્ધીઓ કી ખ્વાબ કરે ભંગ, જીતેંગે લડકર ચૂનાવી જંગ, બુલંદ હૈ હોસલે ઉમ્મીદો કે સંગ, યકીન સે નિખરેગેં 'વિજય' કે રંગ. (મો. નં. ૯૮૨૪૨ ૧૦૫૬૭)

(12:37 pm IST)