Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

રાજકોટના યુવા એડવોકેટ & નોટરી ભાવેશ હાપલીયાનો આજે જન્મ દિવસ

રાજકોટ :રાજકોટના જાણીતા યુવા એડવોકેટ નોટરી ભાવેશ આર.હાપલીયાનો આજે જન્મ દિવસ છે. તેઓએ તેમના યશસ્વી જીવનના ૩૮ વર્ષપુરા કરી આજે ૩૯ વર્ષમાં પ્રવેશ કરેલ છે.

જાણીતા યુવા એડવોકેટ ભાવેશભાઇ હાપલીયાએ એલ.એલ.બી.નો અભ્યાસ પુર્ણ કર્યા બાદ સને ર૦૦૭ થી રેવન્યુ તથા ફોજદારી પ્રેકટીસ સાથે સંકળાયેલા છે. તેમજ તેઓની વકીલાત ક્ષેત્રે ૧૪ વર્ષની ઝળહળતી કારર્કિદી દરમ્યાન રેવન્યુ તેમજ ફોજદારી કેસોમાં જબરી લડત આપી બચાવ પક્ષની તરફેણમાં ન્યાય અપાવવામાં તેઓ સફળ રહ્યા  છે. તેમજ ભારત સરકાર દ્વારા તેઓની નોટરી મેજીસ્ટ્રેટ તરીકે નીમણુંક થયેલ છે. સરળ અને શાંત સ્વભાવના તેમજ વકીલાત સાથે સંકળાયેલા યુવા એડવોકેટ ્રૂ નોટરીને તેમના મિત્રો, સ્નેહીઓ તથા સંબંધીઓ દ્વારા મો. ૯૯૭૯૬ ૦પ૩પ૩, ૭૯૮૪૪ ર૮૬૦૮ પર શુભકામનાઓ પાઠવી રહ્યા છે

(12:52 pm IST)