Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

ઉત્‍સવ ગૃપના દિનેશ વિરાણીનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ છેલ્લા ચાર દશકાથી નાટક, મ્‍યુઝિકલ નાઇટ, હુસાયરો જેવા વિવિધ કાર્યક્રમનાં ઓર્ગેનાઇઝર અને ઉત્‍સવગ્રુપના સ્‍થાપક પ્રમુખ દિનેશ વિરાણીનો આજે  જન્‍મદિવસ છે. તેઓએ કિશોરકુમાર અને અશોકકુમાર જેવા મહાન કલાકારોની એકટીંગ સ્‍કુલમાં તાલિમ લીધી છે. રાજકોટમાં રંગભુમિને જીવંત રાખવાની પ્રવૃતિમાં સદાઅગ્રેસર એવા દિનેશ વિરાણીએ નાટકનું નિર્માણ કરીને વર્ષો પહેલા બોલીવુડ નગરી મુંબઇમાં જઇને ટીકીટ શો યોજીને રાજકોટનું નામ રોશન કર્યુ હતુ.

ટીવી શ્રેણી ગુજરાતી હિન્‍દી ફિલ્‍મોના જાણીતા કલાકારોના નાટકો રાજકોટ આંગણે લાવવાનો શ્રેય દિનેશ વિરાણીને ફાળે જાય છે. નાટકના શોખીનો માટે ખાસ ઉત્‍સવગ્રુપની સ્‍થાપના કર્યા બાદ રાજકોટમાં જુના ગીતોનાં શોખીનો માટે ઉત્‍સવ મ્‍યુઝિક કલબ શરૂ કરી સાથે ઉત્‍સવ કલબ પણ શરૂ કરી છે. સભ્‍યો મિત્રો માટે દર માસે એક આયોજન કરી ચાહના મેળવેલ છે.

સંસ્‍થાના નેજા હેઠળ દર વર્ષે વૃધ્‍ધોને વિનામૂલ્‍યે યાત્રા કરાવાય છે. દર વર્ષે ઉત્‍સવની રંગોળી સ્‍પર્ધા, એકટીંગ ક્ષેત્રે યુવા કલાકારોને માર્ગદર્શન અને વિવિધ તાલીમ આપવા ઉત્‍સવ એકેડમી શરૂ છે. મો. ૯૯૦૪૦ ૯૩૦૩૯

(4:37 pm IST)