Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

સિદ્ધાર્થ છે મક્કમ, પ્રજા સાથે અડીખમઃ વન પ્રવેશના વધામણા

રાજકોટઃ પોતાની રાજકીય ધારા અને પ્રજાકીય વિચારધારામાં મક્કમ ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી સિદ્ધાર્થ પરમારનો જન્મ તા. ૫ જૂન ૧૯૭૧ના દિવસે થયેલ. આજે ધબકતા અને ઝબકતા જીવનના એકાવનમાં વર્ષના પંથે પ્રભાવી પ્રયાણ કર્યુ છે.

તેઓ ભૂતકાળમાં કોર્પોરેટર પદે પણ રહી ચૂકયા છે. ચૂંટાયેલા પ્રતિનિધિને છાજે એવો અને ગાજે એવોે રણકો એનામા છે. રાજકીય ક્ષેત્રે તેમણે તડકા-છાંયા અને પડછાયા જોયા છે. જોગાનુજોગ આજે વિશ્વ પર્યાવરણ દિને જ તેમનો જન્મદિન છે. સિદ્ધાર્થ માને છે કે છોડમાં રણછોડ પણ સ્વમાનમાં નહિ બાંધછોડ...સ્વયંની મજબૂતી એવી ઠસોઠસ, ટકે વરસોવરસ...હેપ્પી બર્થ ડે...

મો. ૯૮૯૮૫ ૦૭૭૦૩ - રાજકોટ

(11:43 am IST)