Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

માજી સાંસદ રામજીભાઇ માવાણીનો કાલે જન્‍મ દિવસ : ૮૦ માં પ્રવેશ

રાજકોટ તા. ૧૮ : માજી સાંસદ રામજીભાઇ બી. માવાણીનો કાલે તા. ૧૯ ના ૮૦ મો જન્‍મ દિવસ છે. ધારાજીમાં જન્‍મેલા અને વિદ્યાર્થી અવસ્‍થાથી જાહેર જીવનની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રામજીભાઇ બી.એ. એલ.એલ.બી.નું શિક્ષણ મેળવી રાજકારણમાં આગળ વધ્‍યા હતા. ધોરાજી તાલુકાના ભુતવડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચુંટાઇ રાજકારણમાં પ્રવેશ કરેલ. સૌરાષ્‍ટ્ર કચ્‍છ સ્‍ટોક એકસચેન્‍જના સ્‍થાપક પ્રમુખ રહી ચુકયા છે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ રહી ચુકયા છે. હાલ આંતરરાષ્‍ટ્રીય ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રામજીભાઇને બે વખત કેન્‍દ્ર સરકાર દ્વારા સ્‍વામી વિવેકાનંદ રાષ્‍ટ્રીય એવોર્ડ અને બે વખત ગુજરાત સરકારનો એવોર્ડ મળેલ છે. તાજેતરમાં નાગપુર ખાતે ડો. બી. આર. આંબેડકર લીગલ સર્વીસ નેશનલ એવોર્ડ એનાયત થયો હતો. તેમના મો.૯૪૨૬૨ ૦૧૬૧૧ છે.

 

(11:40 am IST)