Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

દ્વારકા દૈનિક પત્રકાર મંડળના ઉપપ્રમુખ વિનુભાઇ સામાણીનો જન્મદિવસ

દ્વારકા,તા. ૨૯ : દૈનિક પત્રકાર મંડળના ઉપપ્રમુખ વિનુભાઇ સામાણીનો આજે ૬૯ મો જન્‍મદિવસ છે.

તેઓ પ્રસિધ્‍ધ સાંધ્‍ય દૈનિક ‘અકિલા' સાથે છેલ્લા ૩૫ વર્ષ ઉપરાંતના સમયથી જોડાયેલા છે. આ ઉપરાંત તેઓ ઓખામંડળ ક્ષેત્રમાં એક પેઢી ઉપરાંતના સમયથી સામાજિક, ધાર્મિક પ્રવૃતિઓ સાથે સતત સંકળાયેલા રઘુવંશી અગ્રણી છે. દ્વારકા સ્‍વસ્‍તિક ટ્રાવેલ્‍સના પ્રોપરાઇટર શહેરના જુના ટ્રાવેલ બિઝનેશમેન તરીકે નામના ધરાવે છે. તેમના ૬૯ માં જન્‍મદિવસ  નિમિતે મિત્રો શુભેચ્‍છકો તરફથી શુભેચ્‍છા મો. નં. ૯૪૨૯૧ ૪૧૦૧૨ ઉપર મળી રહેલ છે.

(10:15 am IST)