Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ફોટો જર્નાલિસ્‍ટ ભાટી એન.નો જન્‍મદિન

વાંકાનેર તા. ૧ :.. ગુર્જર વસુંધરાની પાવનધરા પર છેલ્લા ૪૦ વર્ષથી નોન સ્‍ટોપ ફોટોગ્રાફી કરતા ગુજરાતના  વિશ્વ વિખ્‍યાત ભાટી એનનું ટચુકડુ નામ સમગ્ર ગુજરાતના તમામ માતબર દૈનિકોમાં નિયમિત રીતે વાંચવા મળે જ છે. એકસ્‍ટ્રા ઓડિનરી ગુજરાતના ઉજાગર કરતી તસ્‍વીરો હજારોની સંખ્‍યામાં આપે નીહાળી હશે...!? ‘હા' ભાટી એન.ની તસવીરો જ બળુકી બોલતી હોય છે. જે તસ્‍વીરો હજારો શબ્‍દોની ગરજસારે છે. ઝાલાવાડના ધ્રાંગધ્રા ખાતે તા. ૧-૧૦-૧૯૬ર ના રોજ જન્‍મ થયો હતો તેનું પુરૂ નામ ભાટી નંગાજી સવજીભાઇ (ભાટી એન) ના નામે વિખ્‍યાત થયા ભાટી એનનો જન્‍મ ભલે ધ્રાંગધ્રામાં થયો પણ કર્મભૂમિ તો વાંકાનેર રહી છે. હાલે વાંકાનેરમાં રહી સમગ્ર ગુજરાતમાં ફોટોગ્રાફી કરતા ફરે છે.
ભાટી એનનો પ્રિય વિષય તો વાઇલ્‍ડ લાઇફ તસવીરો લેવાનો છે. આથી જ તેઓ સાસણ (ગીર) વિસ્‍તારમાં વિહરતા સિંહની બેનમૂન તસ્‍વીરો અસંખ્‍ય લીધી છે. તો પોરબંદરમાં આવતા સુરખાબ ફલેમિંગોની અસંખ્‍ય તસવીરો ખેંચી છે. તેમના મો. નં. ૯૮રપ૬ ૩૬૦૪૦ ભાટી એનને શુભેચ્‍છા પાઠવી છે.

 

(11:15 am IST)