Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

ટર્બો બેરીંગવાળા ઉદ્યોગપતિ પ્રતાપભાઇ પટેલનો જન્મદિન

રાજકોટ તા. પ :.. મુળ અમરેલીના વતની પાંચ દાયકાથી વધુ સમયથી રાજકોટને કર્મભૂમિ બનાવનાર જાણીતા ઉદ્યોગપતિ ટર્બો બેરીંગ પ્રાઇવેટ લીમીટેડના સંચાલક પ્રતાપભાઇ પટેલનો આજે જન્મદિન છે.

બાબા રામદેવ સાથે નિકટનો નાતો ધરાવતા સમાજે મને ઘણું આપ્યું છે તો મારે પણ સમાજ માટે કંઇક કરી છૂટવું જોઇએ એવી ઉમદા ભાવના ધરાવતા અને વિવિધ સંસ્થાઓમાં લાખો રૂપિયાના દાનની સરવાણી વહાવનાર ગીત-સંગીત, પ્રવાસ અને સાહિત્યનો શોખ ધરાવતા પ્રતાપભાઇ ૮૦ વર્ષની વયે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફુર્તિ ધરાવે છે.

દિકરાનું ઘર વૃધ્ધાશ્રમના સ્થાપક ટ્રસ્ટી પ્રતાપભાઇ પટેલના જન્મ દિવસ નિમિતે સમાજના વિવિધ વર્ગમાંથી શતાયુ ભવની વ્યાપક શુભકામનાઓ મળી રહી છે. તેમના મો. ૯૮રપ૦ ૭૮૦૮૮ છે.

(3:48 pm IST)