Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

લોધિકા તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન રાઠોડનો જન્મ દિવસ

લોધિકા તાલુકા પંચાયત પ્રમુખ હરીપર પાળ ગામના ગીતાબેન મુળુભાઈ રાઠોડનો આજે જન્મ દિવસ છે.

તેઓ ૨૦૧૦થી ૨૦૧૫ સુધી લોધીકા તાલુકા પંચાયતના સદસ્ય તરીકે રહી ચુકેલ છે અને સક્રિય રાજકીય મહિલા આગેવાન છે તેમજ ૨૦૨૧ની તાલુકા પંચાયતની ચૂંટણીમાં હરીપર પાળની ભાજપની સિટી ઉપરથી ફરી ચૂંટાઈ આવતા લોધીકા તાલુકા પંચાયત પ્રમુખની સિટ બક્ષીપંચ અનામત હોય ગીતાબેન મુળુભાઈ રાઠોડને ભારતીય જનતા પાર્ટી પક્ષ દ્વારા લોધીકા તાલુકા પંચાયતના પ્રમુખનું પદ સોંપવામાં આવેલ છે. પક્ષ તેમજ સંગઠન તથા તાલુકાની જનતા તરફથી તેમને જન્મ દિવસની શુભેચ્છાઓ મળી રહેલ છે.

(3:48 pm IST)