Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

યુવા એડવોકેટ અને ભાજપ અગ્રણી હરેશ લાવડીયાનો કાલે જન્મ દિવસ

રાજકોટ તા. ૮ : મુળ વતન મોટા દડવા અને હાલ રાજકોટ વકીલાતમાં રેવન્યુ ક્ષેત્રે ઝળહળતી કારકીર્દી બનાવનાર એડવોકેટ હરેશ લાવડીયાનો કાલે તા. ૯ ના જન્મ દિવસ છે. સફળ જીવનના ૨૯ માં વર્ષમાં પ્રવેશી રહેલ હરેશભાઇએ એડવોકેટ કેતનભાઇ મંડ સાથે વકીલાતની કારકીર્દી શરૂ કરી હતી. તેઓ જસદણ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ તરીકે પણ છેલ્લા ૭ વર્ષથી કાર્યરત છે. તેમજ ભારતીય યાદવ મહાસભા, આહીર સ્ટુડન્ટ વેલ્ફેર ગ્રુપ સહીત વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંકમાં પેનલ એડવોકેટ છે. તેમના મો.૭૮૭૮૫ ૫૧૪૫૬ છે.

(11:36 am IST)