Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

જાણીતા ઉદ્યોગપતિ વલ્લભભાઇ સતાણીનો જન્મ દિવસ : ૭૫ માં પ્રવેશ

રાજકોટ તા. ૮ : જાણીતા ઉદ્યોગપતિ અને દાતા વલ્લભભાઇ સતાણીનો આજે જન્મ દિવસ છે. સફળ જીવનના ૭૫ માં વર્ષમાં પ્રવેશી રહેલ વલ્લભભાઇ લેઉવા પટેલ સમાજના મોભી છે અને સર્વ જ્ઞાતિના યુવાનો માટે આઇએએસ-આઇપીએસ તાલીમ આપતા સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે તેમજ ખોડલધામ, દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ જેવી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. તેઓને ઠેરઠેરથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. તેમના મો.૯૮૨૫૪ ૨૦૦૦૭ છે.

(3:13 pm IST)