Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના સ્થાપક મુકેશ દોશીનો કાલે જન્મદિન : ૫૭ માં પ્રવેશ કરશે

રાજકોટ તા. ૮ : જસદણ તાલુકાના ભાડલા ગામમાં જન્મેલા અને શીશુવયથી રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા સંઘને સમર્પિત સ્વયંસેવક એવા મુકેશભાઇ દોશીનો કાલે તા. ૯ ના જન્મ દિવસ છે. યશસ્વી જીવનના ૫૭ માં વર્ષમાં પ્રવેશી રહેલ મુકેશભાઇ દિકરાનું ઘર વૃધ્ધાશ્રમના સ્થાપક અગ્રણી છે. ઉપરાંત યંગસ્ટાર કલબ ઓફ રાજકોટના મેનેજીંગ ટ્રસ્ટી, રકતદાન ચક્ષુદાન દેહદાન થેલેસેમીયા જનજાગૃતિ અભિયાનના પ્રણેતા હોવા સાથે વિવેકાનંદ યુથ કલબ, ભાડલા હવેલી સહીતની સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. શ્રીનીધી ક્રેડીટ કો-ઓપ. સોસાયટીના મેનેજીંગ ડીરેકટર છે. સૌરાષ્ટ્ર હાઇસ્કુલ, કોટેચા ગર્લ્સ સ્કુલ અને આર.ડી. ગારડી બી.એડ્. કોલેજના ટ્રસ્ટી છે. તેમના મો.૯૮૨૫૦ ૭૭૭૨૫ છે.

(3:14 pm IST)