Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

આચાર્ય હેમચંદ્રાચાર્ય યુનિ.ના પૂર્વ ઉપકુલપતિ ડો.નિદત બારોટનો જન્મદિન

 

રાજકોટઃ જેમને જાહેર જીવન- સમાજ જીવનના પાઠ વારસામાં મળ્યા છે એવા યુવા અગ્રણી જાણીતા કેળવણીકાર ડો.નિદત બારોટનો આજે જન્મ દિવસ તેમજ લગ્નની વર્ષગાંઠ છે. તેઓ આચાર્ય હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, પાટણના ઉપકુલપતિ તરીકે ફરજ બજાવી ચુકયા છે. અભ્યાસુ, એક સારા વિચારક, એક સારા વાચક, કોઈપણ વિષયનો ગહનતાથી અભ્યાસ કરનાર અને એ વિષયને પૂર્ણ ન્યાય આપનાર ડો.નિયત બારોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાણકય તરીકેની ઓળખ ધરાવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતા મંડળમાં ૧૫ વર્ષ સુધી સિન્ડીકેટ સદસ્ય તરીકે રહી યુનિવર્સિટીના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. ટી.એન.રાવ કોલેજ- સ્કૂલના કેમ્પસ ડાયરેકટર તેમજ ગુજરાત રાજય માધ્યામિક શિક્ષણ બોર્ડના સદસ્ય, શિક્ષણ વિદ્યાશાખાના ડીન તરીકે પણ ફરજ બજાવે છે. એન.સી.ટી.ઈ. ના પશ્ચિમ ઝોનના સભ્ય તરીકે પણ યશ્સ્વી ફરજ બજાવી ચૂકેલા ડો.નિદત બારોટ શિક્ષણ જગતનું પ્રતિષ્ઠિત નામ છે. ૧૨૦ વર્ષ જુની શૈક્ષણિક સંસ્થા શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે તેમજ છેલ્લા પાંચ દાયકાથી ગરીબ અને પછાત વર્ગની દીકરીઓના ઉત્કર્ષ માટે કાર્ય કરતી શૈક્ષણિક સંસ્થા કોટેચા સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અને રાજકોટ શહેરમાં છેલ્લા બે દાયકાથી ચાલતી શ્રીમતી આર.ડી. ગારડી કોલેજ ઓફ એજયુકેશનમાં ચેરમેન તરીકે પણ જવાબદારી સંભાળે છે. હાલ ડો.નિદત બારોટ સૌરાષ્ટ્રની એકમાત્ર અંગ્રેજી વિષયની અંગ્રેજી માધ્યમમાં ચાલતી આઈ.એલ.ટી.બી. એડ. કોલેજના આચાર્ય તરીકે ફરજ બજાવે છે. આઈ.સી.ટી.ઈ., એન.સી.ટી.ઈ., નેક, જેવી મહત્વની કમિટિના સભ્ય તરીકે રહીને અનેક રાજયોમાં વિવિધ સંસ્થાઓની મુલાકાત લઈ ઉત્કૃષ્ટ કામગીરી પણ કરી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાત પ્રદેશના અગ્રણી સૌરાષ્ટ્રના વર્ષો સુધી વિભાગીય પ્રવકતા તરીકેની જવાબદારી તેમજ જિલ્લા યુવક કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની જવાબદારી સુપેરે નિભાવી છે. જીવનના ૫૦ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલા ડો.બારોટને મો.૯૮૯૮૫ ૩૦૦૦૭ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(4:11 pm IST)