Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

બહુમુખી અને બહુ સુખી પ્રતિભા દિલીપ સંઘાણી : હેપ્પી બર્થ ડે

રાજકોટ : ગુજરાતના જાહેર જીવનની પીચ પર વર્ષોથી અણનમ રહી બેટીંગ અને બોલીંગ બન્નેમાં પાવરઘા થઇ ગયેલા જાણીતા નેતા શ્રી દિલીપ સંઘાણી આજે જન્મદિનની સુભેચ્છા વર્ષોથી ભીંજાઇ રહ્યા છે. તેમનો જન્મ તા. ૧૨ મે ૧૯૫૪ના દિવસે થયેલ. આજે ગતિશીલ અને પ્રગતિશીલ જીવનના ૬૮ માં વર્ષના દ્વારે પહોંચ્યા છે.

અરેલીના સપુત શ્રી દિલીપ સંઘાણીએ કારકીર્દીની શરૂઆતમાં અમરેલી નગરપાલિકાના પ્રમુખપદે સેવા આપેલ વર્ષોથી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકને નેતૃત્વ પુરૂ પાડી રહ્યા છે. ૪ વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. રાજ્યમાં માર્ગ મકાન, કૃષિ સહકાર, ન્યાયતંત્ર, પશુપાલન, જેલ વગેરે વિભાગોના કેબીનેટ મંત્રી તરીકે રહી ચૂકયા છે. સહકારી બેંકોના રાષ્ટ્રીય ફેડરેશનના ચેરમેન હોવા ઉપરાંત ઇફકો, નાફેડ વગેરેમાં પણ તેમનું મહત્વનું યોગદાન છે. ગુજકો માસોલમાં પણ ચેરમેન છે. તેમની સફળતામાં જીવનસંગીની શ્રીમતી ગીતાબેનનો મહત્વનો ફાળો રહ્યો છે.

મો. ૯૪૨૬૬ ૨૨૯૨૯ અમરેલી

(11:30 am IST)