Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

રાજકોટ જીલ્લા અખિલ ભારતીય કોળી સમાજના ઉપપ્રમુખ

બામણબોરના પત્રકાર બાબુલાલ ડાભીનો આજે ૪૯મો જન્મદિવસ

રાજકોટ તા. ૧૨: બામણબોરના પત્રકાર અને રાજકોટ જીલ્લા અખિલ ભારતીય કોળી સમાજના ઉપપ્રમુખ બાબુભાઇ આર. ડાભીનો આજે ૪૯મો જન્મદિવસ છે. બાબુભાઇએ પત્રકારત્વ કરવા ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં કોમેડી કલાકાર તરીકે પણ કામ કર્યુ છે. પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયામાં ખુબ મોટુ મિત્રવર્તુળ ધરાવતાં બાબુલાલ નાનપણથી જ પત્રકારીત્વ કરી રહ્યા છે. બામણબોરમાં રામદેવ ડિજીટલ સ્ટુડિયો ધરાવવા સાથે લાઇવ સ્ટેજ પ્રોગ્રામમાં સંતવાણી પણ તેઓ પીરસી જાણે છે. તેમને આજના દિવસે (મો.૬૩૫૪૯ ૬૮૫૨૯) સતત શુભેચ્છાઓ મળી રહી છે.

(11:31 am IST)