Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

પૂર્વ રાષ્ટ્રપતિ ડો. કલામ દ્વારા સન્માનિત

ગૌતમભાઈ પારેખનો આવતીકાલે જન્મદિવસઃ ૭૫ વર્ષ પુરા કરશે

રાજકોટઃ અત્રેની લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં ૩૦ વર્ષ સુધી આચાર્ય તરીકે ફરજ બજાવી નિવૃત થયેલા ગૌતમભાઈ કે. પારેખ આવતીકાલે પોતાના જીવનકાળના ૭૫ વર્ષ પુરા કરી રહ્યા છે ત્યારે તેમના ઉપર એડવાન્સમાં શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. ૧૫-૫-૧૯૪૬માં જન્મેલા ગૌતમભાઈએ પોતાની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન અનેક વિદ્યાર્થીઓનું ઘડતર કર્યુ છે જેમાંથી આજે અનેક તેમના વિદ્યાર્થીઓ ડોકટર, સીએ, પત્રકાર, આર્કિટેકટ, શિક્ષક, બીઝનેશમેન અને સનદી અધિકારીઓ પણ બન્યા છે. તેમણે વિદ્યાર્થીઓને ભણાવેલા આદર્શના પાઠ આજે પણ વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ઉતારી એક સફળ માનવી બન્યા છે. જેવડી તેમની લંબાઈ છે તેવા જ તેમના આદર્શો અને વ્યવહાર છે. સ્વભાવે સરળ, નિખાલસ, સતત પરિશ્રમી, પ્રમાણિક, હસમુખા અને સેવાકીય અને ધાર્મિક ભાવના ધરાવતા ગૌતમભાઈ નિવૃતિ પછી પણ પ્રવૃતિમય રહ્યા છે અને રાજકોટની અનેક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા રહ્યા છે. બહોળુ મિત્ર મંડળ ધરાવતા ગૌતમભાઈ પારેખ હાલ શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓ સંઘ તથા ભાજપને પૂર્ણ સમર્પિત છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ દ્વારા તેઓ સન્માનિત પણ થયેલા છે એટલુ જ નહિ તેઓએ શાળાના વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત પણ કરાવી હતી અને રાષ્ટ્રપતિ સાથે શૈક્ષણિક વાર્તાલાપ પણ કરાવ્યો હતો. એક શાનદાર શૈક્ષણિક કારકિર્દી ધરાવતા ગૌતમભાઈ પારેખ હવે પછીનુ પોતાનુ જીવન સુખમય, તંદુરસ્તીમય, આનંદમય વિતાવે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરવામાં આવે છે. તેમનો ફોન નંબર ૯૮૨૫૬ ૨૪૬૪૨ તથા ૯૯૯૮૨ ૬૪૭૭૮ (વ્હોટસએપ નંબર) છે.

(10:00 am IST)