Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

રાજકોટના ડી.ડી.ઓ. તરીકે યાદગાર કામગીરી

સ્વર્ણિમ જયંતી વર્ષના દ્વારે જી.ટી.પંડયાના મધુર ટકોરા

રાજકોટ તા. ૧પ : ગુજરાતના ટેકનિકલ શિક્ષણ નિયામક શ્રી ઘનશ્યામભાઇ ટી.પંડયા માટે આજે વિશેષ યાદગાર દિવસ ઉગ્યો છે. તેમનો જન્મ ૧૯૭ર ના વર્ષની ૧પ મે એ થયેલ આજે વાઇબ્રન્ટ જીવનના પ૦ માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. તેઓ મૂળ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સનાવિયા ગામના વતની છે.ર૦૧૦ ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી શ્રી જી.ટી.પંડયા ભૂતકાળમાં જી.એમ.ડી.સી.માં સીનિયર મેનજેર રાજયના નાયબ ઉદ્યોગ કમિશનર, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી, ગુજરાત મેડીકલ સર્વીસીઝ કંપનીના એમ.ડી., જી.પી.એસ.સી.ના કાર્યકારી સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. નિષ્ઠા અને પ્રતિષ્ઠાથી ધબકતા-ઝબકતા અધિકારી છે.ફોન નં.૦૭૯-ર૩રપ૩પ૪૬, મો.૯૯૭૮૪ ૭પર૩૦, ગાંધીનગર

(3:06 pm IST)