Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

જીવદયા પ્રેમી ઉદ્યોગપતિ યોગેશ પાંચાણીનો જન્મદિન

રાજકોટ તા. ૧૫ : જાણીતા યુવા ઉદ્યોગપતિ અને શ્રીજી ગૌશાળા, એનીમલ હેલ્પલાઇન, સદ્દભાવના વૃધ્ધાશ્રમ, ગુફેશ્વર ગૌશાળા, અસ્મિતા ફાઉનડેશન, મેપ ગ્રુપ સહીતની સંસ્થાઓ સાથે સંકળાયેલા જીવદયાપ્રેમી યોગેશભાઇ પાંચાણી (પટેલ)નો આજે ૪૧ મો જન્મ દિવસ છે. નાનપણથી સ્વયંસેવક સંઘના સંસ્કારોથી સિંચાયેલા યોગેશભાઇ કોટનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પર્યાવરણ પ્રેમી પણ છે. ૧૦ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરેલ છે. તેમના મો.૯૮૨૪૨ ૧૨૪૮૦ છે.

(3:15 pm IST)