Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ખેડુતો અને વેપારીઓના પ્રશ્ને સફળ લડત આપનાર

સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસો.ના પ્રમુખ અતુલભાઇ કમાણીનો આજે જન્મદિન

રાજકોટ, તા., ૧૬: સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસો.ના પ્રમુખ અને તાજેતરમાં ભાજપના વાવાઝોડા સામે કાલાવડ તા.પં.ની પીપર બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે  ચુંટાયેલ અતુલભાઇ કેશવજીભાઇ કમાણીનો આજે જન્મદિન છે. ૪ર વર્ષ પુર્ણ કરી ૪૩માં વર્ષમાં પ્રવેશેલ અતુલભાઇ કમાણી રાજકોટ માર્કેટ યાર્ડ કમીશન એજન્ટ એસો.ના પ્રમુખપદે, સંતશ્રી ભોજલરામ ફાઉન્ડેશન રાજકોટના ઉપપ્રમુખપદે, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ડિરેકટર પદે તથા ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસના પ્રવકતા પદે સેવા આપે છે. મુળ કાલાવડના મોટા કોઠા ભાડુકીયા ગામના વતની અને રાજકોટને કર્મભુમી બનાવનાર અતુલભાઇ કમાણીએ ખેડુતો અને વેપારીઓના પ્રશ્ને અનેકવાર સફળ લડતો આપી છે. અતુલભાઇના મોબાઇલ નં. ૯૦૯૯૦ પ૭૮૦૦ ઉપર સતત શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
 

(11:29 am IST)