Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

જામ-જોધુપર તાલુકા હેલ્‍થ સુપરવાઇઝર દિનેશગીરી ગોસ્‍વામીનો જન્‍મદિવસ

જામજોધપુરઃ બાલવા ગામના વતની અને જામ-જોધપુર તાલુકા હેલ્‍થ સુપરવાઇઝર દિનેશગિરી, બી.ગોસ્‍વામી (અપારનાથી)નો આજે જન્‍મદિવસ છે

તેઓ છેલ્લા ૨૫ વર્ષથી વિવિધ સામાજીક કાર્યો સાથે જોડાયેલા છે. છેલ્લા ૨૪ વર્ષમાં ૧૩ સમુહ લગ્નોત્‍સવમાં ૧૪૦ દિકરીઓને પરણાવવામાં તેમનુ યોગદાન રહ્યુ છે. ગોસ્‍વામી- સમાજના મેગેઝીન - દશનામ-જયોત, અતિત - અસ્‍મીતા- મેગેઝીનમાં સહતંત્ર તરીકે સેવાઓ આપેલી છે. જામનગર જિલ્લા આરોગ્‍ય મંડળના ઉપપ્રમુખ પદે રહ્યા છે. કોરોના મહામારીમાં  તાલુકામાં શ્રેષ્‍ઠ કામગીરી કરવા બદલ વિવિધ સંસ્‍થાઓ દ્વારા તેઓનું સન્‍માન થયુ હતું. તેઓને જન્‍મદિવસની શુભેચ્‍છા તેઓનો મો.નં.૭૫૬૭૮૮૦૦૧૬ ઉપર મળી રહી છે.

(10:28 am IST)