Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

જામનગર મનપાની ગાર્ડન આરોગ્‍ય સમિતિના ચેરમેન ડીમ્‍પલબેનનો જન્‍મ દિવસ

જામનગરઃ મહાનગર પાલિકાના ગાર્ડન અને આરોગ્‍ય સમિતિના ચેરપર્સન અને વોર્ડ નં. રના પ્રતિનિધી  બ્રહ્મસમાજના મહિલા અગ્રણી ડીમ્‍પલબેન રાવલનો આજે જન્‍મદિન છે. ડીમ્‍પલબેન કોલેજ મેનેજમેન્‍ટ બોર્ડના સદસ્‍ય, ગુજરાત આયુર્વેદ મહાવિદ્યાલય એન્‍ટી રેગીગી કમિટીના સદસ્‍ય, જામનગર ચેમ્‍બર ઓફ કોમર્સની પર્યાવરણ ટ્રાફીક અને એજયુકેશન અને હેલ્‍થ કમિટીના સદસ્‍ય, ભારતીય જનતા પાર્ટી, જામનગર શહેર સંગઠન તથા બ્રહ્મ સમાજના વિવિધ મહિલા ઘટકો સાથે જોડાયેલા છે. ઘણા વર્ષોથી ચકલીના માળા અને પાણી માટેના કુંડા તેઓ દ્વારા વિનામુલ્‍યે વિતરણ કરવામાં આવે છે તેમજ સરહદ પર દેશની રક્ષા કરતા જવાનોને જામનગરની બહેનો પાસેથી રાખડીઓ એકત્ર કરી મોકલવાનું દેશ સેવાનું કાર્ય કરવામાં આવે છે તેમના મો.નં. ૯૪૦૮૯૮૯૮૯૧ ઉપર જન્‍મદિનની શુભેચ્‍છા મળી રહી છે.

(3:36 pm IST)