Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

સદા જનતા કે પાસ ઔર જનતા કે ખાસ, રમેશ મેરજા કા જમાના, ખુશીઓ કા ખજાના

અમદાવાદના ડે.મ્યુ. કમિશનરનો જન્મદિન

ઍક વૃક્ષ અપલોડ કરી જુઓ, વાદળોનું ટોળુ આવશે લાઇક કરવા. વૃક્ષારોપણનો મહિમા દર્શાવતુ આ વાકય સંદર્ભના થોડા ફેરફાર સાથે આઇ. ઍ. ઍસ. કેડરના અધિકારી શ્રી રમેશ મેરજાને લાગુ પડે છે જેમણે ચોમેર સાત્વિક સબંધોના વૃક્ષો ઉછેર્યા છે ઍટલે સેકડો શુભેચ્છકોની લાગણીના ઘટાટોપ વાદળો ઍને ‘લાઇક’ કરી રહ્ના છે. આજે તેમના  જન્મદિનની રળિયામણી ઘડી છેે. લીલાછમ્મ જીવનના ૬૦માં વર્ષના પ્રવેશદ્વારે ટકોરા માર્યા છે.


૧૯૬૩ ના વર્ષની ર૮ જૂને જન્મેલા શ્રી રમેશ મેરજા મુળ મોરબી પંથકના ચમનપર ગામના પાટીદાર રત્ન છે. કૃષિ ક્ષેત્રના સ્નાતક હોવા ઉપરાંત ઍલઍલ.બી.ની પદવી ધરાવે છે તેમણે પત્રકારત્વ (બી.જે.ઍમ.સી.)નો અભ્યાસ પણ કર્યો છે. ભુતકાળમાં રાજકોટમાં નાયબ મનોરંજન કર કમિશનર, પાલીતાણામાં પ્રાંત અધિકારી, આણંદ અને નવસારીમાં જિલ્લા પુરવઠા અધિકારી, રાજય સ્ટેમ્પ ડયુટી, અધિક્ષકની કચેરીમાં અધિક કલેકટર મહેસાણા અને ખેડામાં નિવાસી અધિક કલેકટર, પાટણમાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર યશસ્વી ફરજ બજાવી છે. હાલ અમદાવાદમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત છે. તેમના હસ્તક અમૃત, જેઍનયુઆરઍમ, મેટ્રો રેલ, બ્રિજ, બિલ્ડીગ, ટ્રાફિક, પાણી અને ગટર, સેન્ટ્રલ લેબોરેટરી, કોવિડ સેન્ટર, ચૂંટણી, સી. ઍમ. સ્વાગત વગેરેને લગતી મહત્વની કામગીરી છે. ફોન નં. ૦૭૯ રપ૩પ૩૦૪ર, મો. ૯૯૦૯પ ૦૧પ૦૧ અમદાવાદ 

(2:20 pm IST)