Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

રાજકોટ બારના કારોબારી સભ્‍ય વિવેક સાતાનો કાલે જન્‍મદિવસ

રાજકોટ,તા. ૨૯ : રાજકોટના યુવા એડવોકેટ તથા રાજકોટ બાર એસોસીએશનના કારોબારી સભ્‍ય, બ્રહ્મસમાજનાં સેવાભાવી કાર્યકર્તા તેમજ ડીસ્‍ટ્રીકટ કોર્ટ તેમજ ફેમીલી કોર્ટના લીગલ એડવોકેટ વિવેક સાતાનો આવતીકાલે તા. ૩૦ જૂનના રોજ ૩૩ મો જન્‍મદિવસ છે. વર્ષ ૨૦૧૨માં વિવેક સાતાએ સનંદ મેળવી જામખંભાળીયાથી વકીલાતની શરૂઆત કર્યા બાદ વર્ષ ૨૦૧૬માં રાજકોટ મુકામે સીનીયર એડવોકેટ શ્રી હરેશભાઇ પરસોંડાના માર્ગદર્શન હેઠળ વકીલાત શરૂ કરેલ, હાલ તેઓ છેલ્લા એક વર્ષથી સ્‍વતંત્ર વકીલાત કરી રહ્યા છે. એડવોકેટ વિવેક સાતાએ ક્રિમીનલ કેસોની પ્રેકટીસ કરી અનેક ચકચારી કેસોમાં સફળતા મેળવેલ છે. તેમજ ફેમીલી કોર્ટમાં પણ સારા ચુકાદાઓ મેળવી સીનીયર વકીલોની વાહ-વાહ મેળવેલ છે. તેઓ હાલમાં રાજકોટ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ કોર્ટમાં લીગલ એડવોકેટ તરીકે મફત સહાય આપી રહ્યા છે. તેઓ ગત રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં કારોબારી સભ્‍ય તરીકે જંગી બહુમતીથી ચુંટાયેલ છે. તેમનો મોબાઇલ નં. ૯૮૨૫૯ ૧૨૨૦૦ તથા ૯૭૧૪૩ ૧૨૨૦૦ છે.

(3:42 pm IST)