Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મુંબઇના ઉદ્યોગપતિ ભગવાનજીભાઇ પટેલનો જન્‍મ દિવસ

ભાવનગર તા. ૧ :.. ભચાઉ (કચ્‍છ) ના વતની અને હાલ મુંબઇ સ્‍થિત સફળ ઉદ્યોગપતિ ભગવાનજીભાઇ પટેલનો આજે શુક્રવાર તા. ૧ ના જન્‍મ દિવસ છે.

જોગાનું જોગ આજે અષાઢી બીજ કે જે કચ્‍છીઓનું પણ નવુ વર્ષ છે. સરળતાનું ઘર ગણાતા ભગવાનજીભાઇ હંમેશ કહે છે કે ત્‍યાગ વગર ઉન્‍નતી શકય નથી. ભગવાનજીભાઇ પટેલના જન્‍મ દિનની રળીયામણી ઘડીએ માનસ મર્મક્ષ પૂ. મોરારીબાપુ, હિન્‍દુ સનાતન ધર્મના વિવિધ  સંપ્રદાયના પૂ. પાદ સાધુ સંતો-મહંતો મઠાધિપતિઓ આચાર્યો ઋષિતુલ્‍ય બ્રાહ્મણો આર્શીવાદની ઝડી વરસાવી રહ્યા છે. અહીં એ યાદ આપવું જરૂરી બને કે સર્વેમીત્ર ભગવાનજીભાઇ સદ્‌્‌ધર્મવૃધ્‍ધિ અને સનાતન ધર્મ સંસ્‍કારના ર્પોપણ સંવર્ધન તેમજ દ્રઢીકરણ અર્થે ભગીરથ પ્રયાર્સો કરી રહ્યા છે.

(11:56 am IST)