Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

રાજકોટના યુવા ધારાશાષ્ત્રી અમિત ગડારાનો જન્‍મદિવસ

રાજકોટ, તા. ૧ : નિડર-નિષ્‍પક્ષ વ્‍યકિતત્‍વ ધરાવતા રાજકોટના યુવા એડવોકેટ અમીત ગડારાનો જન્‍મદિવસ છે.

રાજકોટ ડ્રિસ્‍ટીકટ કોર્ટ, ફેમીલી કોર્ટ, ફોજદારી કોર્ટમા એડવોકેટ તરીકે ફરજ બજાવતા  વકીલશ્રી અમિત વી.ગડારાનો આજરોજ તા.૧/૭/૨૦૨૨ ના રોજ જન્‍મદિવસ છે.  જેમનો જન્‍મ જામનગર તાલુકાનુ નાનુ એવુ ગામ મું.ઘ્રાંગધ્રા મુકામે થયેલ ત્‍યારબાદ  પ્રાથમિક શિક્ષણ ગામડે સરકારી સ્‍કુલમા પુરો કરીને, કોલેજ ના અભ્‍યાસ માટે રાજકોટ  મુકામે સ્‍થાયી થયેલ અને એલ.એલ.બી નો અભ્‍યાસ પણ પાંધી ઇગ્‍લીશ મીડીયમ લો-કોલેજ- રાજકોટ ખાતે પુર્ણ કરેલ તેમજ લો ના અભ્‍યાસ દરમ્‍યાન જ કોર્ટ પ્રેકટીશ શરૂ  કરી દીધેલ હતી. જેમણે રાજકોટને કર્મભુમિ માનીને તનતોડ મહેનત કરી, વકીલ તરીકે  રાજકોટમા સારી એવી નામના મેળવેલ છે. હાલ તેઓ છેલ્લા આઠેક વર્ષથી રાજકોટના ખ્‍યાતનામ એડવોકેટ અભયભાઈ ભારદ્વાજ ના જુનીયર રહી ચુકેલા  અલ્‍પેશભાઈ પોકીયા (પી એન્‍ડ આર લો ચેમ્‍બર્સ) ની સાથે વકીલાત કરે છે તેમજ  રાજકોટ મુકામે તેમજ બહારગામની સેસન્‍સ કોર્ટ, ફેમીલી કોર્ટ, ફોજદારી કોર્ટમા હાલ  તેઓ પ્રેકટીસ કરે છે, તેમજ પાટીદાર સમાજની વિવિધ સંસ્‍થાઓ સાથે જોડાયેલ છે અને  સમાજ પ્રત્‍યે રહેલ માન, લાગણી ને માન આપી પોતાની સેવા આપે છે તેમજ રાજકોટની  નામાંકીત વિવિધ સહકારી મંડળીઓમા પેનલ એડવોકેટની સેવા આપે છે.તેમના  જન્‍મદિવસ નીમીતે મિત્રો, તોઠીઓ, સગા વ્‍હાલાઓ દ્વારા ચોમેરથી તેમના  મો.નં.૭૬૦૦૯ ૫૬૪૦૯, ૯૭૨૬૭ ૭૪૦૪૮ ઉપર શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે. 

(3:01 pm IST)