Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

બ્રહ્મ અગ્રણી એડવોકેટ સરકારી વકીલ સમીર ખીરાનો જન્‍મદિવસ

રાજકોટ તા.૪ સરકારી વકીલ સમીર ખીરાનો આજ રોજ જન્‍મદિવસ છે. તેમના માતાપિતાના આશીર્વાદ રહેલ છે. તેમજ સમીરભાઇ ખીરા રાજકોટ ડિસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ કોર્ટમાં સરકારી વકીલ તરીકે છેલ્‍લા ૦૯ વર્ષ ફરજ બજાવે છ.ે તેઓએ તેમની ફરજ દરમ્‍યાન ૧૦૦૦થી વધુ જમીન અરજીઓ રદ કરાવેલ છે, જે ગુજરાત રાજયનો પ્રથમ કિસ્‍સો છે તેમજ આઇ.પી.સી.કલમ-૩૦૨, ૩૦૭, કરપ્‍શન, નાર્કોટીકીસ, પોકસો વિગેરે કેસોમાં અસંખ્‍ય પ્રમાણમાં આરોપીઓને સજા કરાવેલ છે તથા દિવાની કેસોમાં સરકાર તરીકે જીત મેળવેલ છે. રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ તથા કાયદા મંત્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદીએ પણ સમીર ખીરાની પ્રસંશા કરેલ છે. સમીર ખીરા છેલ્‍લા ૧૮ વર્ષથી વકીલાતના વ્‍યવસાયમાં જોડાયેલાં છે.
ફોજદારી કેસો, દિવાની કેસોના નિષ્‍ણાંત છે કોવીડ-૧૯ની વિશ્વવ્‍યાપી મહામારી દરમ્‍યાન સતત સેવાકીય કાર્યો કરેલા છે. સમીરભાઇ ખીરા અસંખ્‍ય સંસ્‍થા સાથે પણ જોડાયેલા છે. પરશુરામ યુવા સંસ્‍થાના પ્રવકતા તથા લાયન્‍સ કલબના પ્રમુખ તરીકે પણ સેવા આપેલ છે. ઘણી બેન્‍કોના પેનલ એડકવોકેટ તરીકે સેવા આપે છે. રાજકોટ બ્રહ્મ સમાજના આગેવાન રહી બ્રહ્મ સમાજના ભાઇઓ બહેનો માટે ખુબ સારી કામગીરી પણ કરેલ છે. સ્‍વર્ગસ્‍થશ્રી અભયભાઇ ભારદ્વાજના આસીસ્‍ટન્‍ટ તરેીકે રહેલા છે.
બ્રહ્મસમાજના આગેવાન દર્શીતભાઇ જાની, લાયન્‍સ કલબના આગેવાન ડોલરભાઇ કોઠારી, સુરેશભાઇ સંઘવી, ચંદ્રકાંતભાઇ દફતરી, હિતેશભાઇ કોઠારી, ભાજપ આગેવાનો સી.આર.પાટીલ, કમલેશભાઇ મીરાણી, નીતીનભાઇ ભારદ્વાજ સારસ્‍વત બ્રાહ્મણ આગેવાન નીતીનભાઇ સાતા, ફ્રેન્‍ડસ કલબના આગેવાન ડો. મનિષ ગોસાઇ, વિપુલભાઇ રાઠોડ, ઓમ માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી જનાર્દનભાઇ આચાર્ય, પ્રવિણભાઇ જોષી તથા વિવિધ જ્ઞાતિના આગેવાનો, પ્રેસ મીડીયાના ભાઇઓ તથા રાજકોટ બાર એસોસીએશનના તમામ વકીલ મિત્રોએ નિષ્‍ઠાવાન તેમજ સ્‍વભાવે મડતાવડા યુવા સરકારી વકીલ સમીરભાઇ ખીરાને તેમના જન્‍મ દિવસે મોબાઇલ નં. ૯૮૨૫૭ ૬૫૨૦૦ પર શુભેચ્‍છા પાઠવી રહેલ છે.

 

(3:59 pm IST)