Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

એડવોકેટ પ્રફુલભાઈ ચંદારાણાનો જન્‍મદિવસઃ ૬૫માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ,તા.૪: એડવોકેટ પ્રફૂલભાઈ ચંદારાણાનો આજે જન્‍મદિવસ છે. ૬૫માં વર્ષમાં પ્રવેશ કરશે. પત્રકારિત્‍વનો ડિગ્રી અભ્‍યાસ (દૂરદર્શન કેન્‍દ્ર રાજકોટની ઈન્‍ટરશીપ) બેન્‍ક સર્વિસ સાથોસાથ જ પૂર્ણ કરેલ. બી.કોમ., એલ.એલ.બી. લેબર લોઝની ડિગ્રી ધરાવે છે. ૧૯૭૬-૭૭થી કોર્ટ સર્વિસની કારકિર્દીથી શરૂઆત કર્યા બાદ ૪૦ વર્ષની બેન્‍ક ઓફ બરોડાની ઝળહળતી બે- દાગ અને લાંબી સફર પૂર્ણકાલીન સેવાઓ આપી. ૨૦૧૭માં રીટાયર્ડ થયેલ. આ દરમિયાન તેઓશ્રી બેન્‍કમાં એડમીન, લીગલ, ફાયનાન્‍સીયલ ઈન્‍કલુઝન, એસ.એમ.ઈ., કલીયરીંગ હાઉસ, કેશ, લોકર, સી.આર.એફ, ઈન્‍સ્‍યુ. તેમજ બિઝનેશ ડેવલપમેન્‍ટ જેવા અગત્‍યના વિભાગોમાં સફળતા પૂર્વક જવાબદારી સંભાળેલ અને તે ધ્‍યાનમાં લઈને સ્‍ટાર પરફોમન્‍સનું પરફોમન્‍સ ઈન બિઝનેસ ગ્રોથનો ૨૦૧૫નો શ્રેષ્‍ઠ એવોર્ડ બેન્‍ક દ્વારા એનાયત કરવામાં આવેલ. તેઓ એક સન્‍માનિત બેન્‍કર ઉપરાંત એક સફળ એડવોકેટ પણ છે.

તેઓ તાજેતરમાં સૌ પ્રથમ વખત રચાયેલ રઘુવંશી લોયર ફેડરેશન રાજકોટ દ્વારા સર્વાનુમતે એકઝીકયુટીવ કમિટિ મેમ્‍બર તરીકે પસંદગી પામેલ છે. ઉપરાંત રઘુવંશી સમાધાન પંચમાં કાયદાકીય સલાહકાર તરીકે કાર્યરત છે. વૈશ્વિક લોહાણા મહાપરિષદ મુંબઈની સ્‍થાયી સમાધાન કમિટિ (લીગલ વિંગ) તથા લગ્ન વિષયક કમિટિ મેમ્‍બર તરીકે સેવાઓ આપી રહ્યા છે. અભિનવ ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટ તેમજ રઘુવંશી ચિલ્‍ડ્રન સોસાયટી ટ્રસ્‍ટ રાજકોટ છેલ્લા ૨૫ વર્ષથી બાળકોની પ્રવૃતિ કરતી રજીસ્‍ટર સંસ્‍થાના ટ્રસ્‍ટી માંહેના એક ફાઉન્‍ડર ટ્રસ્‍ટી તરીકે સેવાઓ આપવા ઉપરાંત વિરાણી હાઈસ્‍કૂલ રાજકોટના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે. તેઓ હેમ રેડિયોની પરીક્ષા પાસ કરી છે. તેઓએ માઉન્‍ટીૈંગ તેમજ ટ્રેકિંગ પણ કરેલ છે. કુટુંબમાં ચિ.સ્‍મિત આઈ.ટી.ની સુપ્રસિધ્‍ધ કંપની ઈન્‍ફોસીસમાં અનુભવ લીધા બાદમ કારકિર્દીની કેડી કંડારવા જર્મની માસ્‍ટર ડિગ્રી કરીને હાલ જર્મની છે તથા જીવન સંગીની શ્રીમતી મીતાબેન ચંદારાણા તેમના જીવનની રંગોળીમાં સુખના રંગો પૂરી રહ્યા છે. તેમના મો.૯૪૨૬૯ ૦૬૭૩૨

(4:13 pm IST)