Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

અનેક સામાજીક સેવાકીય સંસ્‍થાઓ સાથે સંકળાયેલા જયંતભાઇ દેસાઇનો જન્‍મદિન

રાજકોટ તા. ૧ : અનેક સામાજીક સેવાકીય સંસ્‍થાઓ સાથે સંકળાયેલા જયંતભાઇ દેસાઇનો મહાશિવરાત્રીએ ૯૩ મો જન્‍મ દિવસ છે. તેઓ રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ, રાજકોટ એન્‍જીનીયરીંગ એસો., શા.વે. વિરાણી હાઇસ્‍કુલ, કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ, સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલ, એ.વી. જસાણી વિદ્યામંદિર, એ.વી. જસાણી ટી. બી. હોસ્‍પિટલ, અંધજન કલ્‍યાણ મંડળ જેવી સંસ્‍થાઓમાં તેઓએ માનદ સેવાઓ આપેલ છે. રાજય અને કેન્‍દ્રની સલાહકાર સમિતિઓમાં પણ સભ્‍ય રહી સેવાઓ આપેલ છે. લાયન્‍સ કલબની સેવાકીય પ્રવૃત્તિઓમાં તેઓને ઇન્‍ટરનેશનલ પ્રેસીડેન્‍ટનો એવોર્ડ મળેલ છે. વિરાણી હાઇસ્‍કુલ અને સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલના ટ્રસ્‍ટી તરીકે સેવા આપી ચુકયા છે.

(11:45 am IST)