Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલનો જન્મદિન

કચ્છ, સુરત, બનાસકાંઠાના ભૂતપૂર્વ કલેકટર

રાજકોટઃ ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ શ્રી મહેન્દ્ર એસ. પટેલનો જન્મ તા. ૧ જુલાઇ ૧૯૬૦ના દિવસે થયેલ આજે અષાઢી બીજના શુભ દિવસે ૬૩માં વર્ષના પંથે પ્રયાણ કર્યું છે. તેઓ આઇ.એ.એસ. કેડરમાંથી નિવૃત થયા બાદ ભાજપના રંગે રંગાયા છે. ભૂતકાળમાં અમદાવાદમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર, બનાસકાંઠા-કચ્છ અને સુરતમાં જિલ્લા કલેકટર, રાજયમાં નગરપાલિકાઓના કમિશનર વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે. તેઓ હાલ ભાજપ    બક્ષીપંચ    મોરચાના પ્રદેશ   પ્રભારી    અને    કચ્છના    જિલ્લા પ્રભારી છે. મો. ૯૯૦૯૬ ૦૦૦૩૩ અમદાવાદ.

(11:51 am IST)