Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

પંચનાથ હોસ્‍પિટલના પ્રમુખ અને પાણી સમિતિના ‘પાણીદાર' ચેરમેન

દેવાંગ માંકડ માટે સૌને ખૂબ વહાલ ઉડે જન્‍મદિનની શુભેચ્‍છાનો ગુલાલ

રાજકોટ તા. ૬: પાંચમા પૂછાતા અને સૌમાં સવાયા શ્રી દેવાંગ માંકડનો જન્‍મ ૧૯૭૩ના વર્ષની ૬ માર્ચે થયેલ. આજે જાજરમાન જીવનના એકાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જોગાનુજોગ આજે હોળીનો યાદગાર દિવસ છે. તેમના માટે ચાહકો દ્વારા વહાલની સાથે શુભેચ્‍છાનો ગુલાલ ઉડી રહ્યો છે.

શ્રી દેવાંગ માંકડ બાળપણથી જ રાષ્‍ટ્રવાદના રંગે રંગાયેલા છે. બે વખત ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. હાલ કોર્પોરેશનની વોટર વર્કસ સમિતિના ચેરમેન તરીકે પાણીદાર કામગીરી કરી રહ્યા છે. ભૂતકાળમાં શહેર ભાજપના મહામંત્રી અને શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે રહી ચૂકયા છે. પંચનાથ ટ્રસ્‍ટના પ્રમુખ તરીકે તેમની શિરમોર સેવા છે. તેમના નેતૃત્‍વમાં પંચનાથ હોસ્‍પિટલ સેંકડો દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે. તેઓ વિવિધ સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે. કાર્ય કુશળતા ઉપરાંત વાણીની મીઠાસ એવી ઠસોઠસ, ટકે વરસોવરસ. મો. ૯૮ર૪૪ ૦૭૮૩૯ રાજકોટ.

(3:41 pm IST)