Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

વાણીના ફુલડાથી ફોરમ ફેલાવતા કથાકાર અનિલપ્રસાદજીનો જન્‍મદિન

જસદણના ઝૂંડાળાથી રાજકોટ અવિરત પ્રગતિયાત્રા

રાજકોટ : હૃદયમાંથી ઉદભવતી વાણીને  શ્રોતાઓના હૃદય સુધી પહોંચાડતા સુપ્રસિધ્‍ધ કથાકાર શાષાી શ્રી અનિલપ્રસાદજી જોશીના જન્‍મ તા. ૧પ માર્ચ ૧૯પ૯ ના દિવસ થયેલ. આજે ભકિતમય જીવનના ૬પ માં વર્ષના પંથે પ્રસ્‍થાન કર્યુ છે.

મુળ જસદણ પંથકના ઝૂંડાળાના વતની શ્રી અનિલપ્રસાદજી જોષી શ્રીમદ્‌ ભાગવત રામાયણ, દેવી ભાગવત, શિવ મહાપુરાણ વગેરેના કથાકાર તરીકે લોકચાહના ધરાવે છે. વ્‍યાસપીઠ પરથી કથાની સાથે સમાજ ઉપયોગી વિષયોને આવરી લઇને લોકશિક્ષણનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. ઉચ્‍ચ શિક્ષિત કથાકાર હોવા ઉપરાંત જયોષિ શાષાના અભ્‍યાસુ છે. મો. ૯૯૧૩પ ૩૦૦૪૭ રાજકોટ.

(12:34 pm IST)