Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

ડો. વિશાલ જોશીનો કાલે જન્‍મદિવસ

જુનાગઢ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ઇતિહાસ વિભાગ અધ્‍યક્ષ - ઇતિહાસ લેખક આધ્‍યાત્‍મિક રસ - રૂચી સાધક

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા.૧૯ : જુનાગઢ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગ અધ્‍યક્ષ અનેકવિધ રાષ્‍ટ્રીય આંતરરાષ્‍ટ્રીય રાજય પ્રાદેશીક ઇતિહાસ  પરિષદો - સેમીનારો - વર્કશોપ ઇતિહાસ પ્રવચનો આપનાર અને ઇતિહાસને લગતા ૧૩ થી પણ વધુ પુસ્‍તકોના લેખક એવા જુનાગઢના ઇતિહાસકાર - પ્રાધ્‍યાપક ડો. વિશાલ જોશીનો ૧૯ માર્ચ રવિવારે જન્‍મ દિવસ.

૧૯ માર્ચ ૧૯૭પમાં જન્‍મેલા તેઓ પુજય નાથાભાઇ જોશીના ભત્રીજા અને આધ્‍યાત્‍મિક ગિરનારી સાધક સંત પુજય રતિભાઇ જોશીના પુત્ર થાય છે. વિશાલ જોશી સાંપ્રત ઐતિહાસીક ઘટનાઓ અંગે વર્તમાનપત્રોમાં લેખો લખતા રહે છે. તેમના જન્‍મદિન પ્રસંગે ઠેર ઠેર થી હાર્દિક શુભેચ્‍છાઓનો વરસાદ મો.૯૪૨૯૪ ૮૮૮૮૦ પર વરસી રહ્યો છે.

(12:05 pm IST)