Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

કોળી ઠાકોર સમાજના મહિલા પ્રમુખ અરૂણાબેનનો જન્મદિન

રાજકોટ,તા. ૨૦ : શહેર ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ અને ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ રાજકોટ શહેરના મહિલા પ્રમુખ શ્રીમતી અરૂણાબેન મગવાનીયા આજે જન્મદિવસ છે. સામાજીક ક્ષેત્રમાં સમુહલગ્ન, વિદ્યાર્થી સન્માન સમારોહ, દાંડીયારાસ, વેલનાથ જયંતિ, માંધાતા રથયાત્રા, જીવનસાથી પરિચય મેળો, કોળી ઠાકોર સમાજના વિવિધ કાર્ર્યક્રમોમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યુ છે. પોતાના સ્વ-ખર્ચે ગુજરાતભરમાં પ્રવાસ કરીને કોળી ઠાકોર સમાજની તમામ સંસ્થાઓમાં સન્માનીય સ્થાન મેળવ્યુ છે. આજે તેમના જન્મદિન નિમિતે સૌરાષ્ટ્રના દરેક જીલ્લા તાલુકાના કોળી સમાજના અગ્રણી કાર્યકરો વગેરે શુભકામના પાઠવી રહ્યા છે.

(3:16 pm IST)