Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

એડવોકેટ રીયલ ગેવરીયાનો આવતીકાલે જન્મદિવસ

રાજકોટ તા. ર૪ : એડવોકેટ શ્રી સુરેશભાઇ ફળદુ સાથે જુનીયર તરીકે પ્રેકટીસ કરતા રીપલ એમ. ગેવરીયા એડવોકેટ કે જેઓએ નાની ઉંમરમાં વકિલાત ક્ષેત્રમાં અનેક નાની-મોટી સિધ્ધીઓ મેળવી પાટીદાર સમાજમાં ઉજળુ નામ બનાવેલ છે તેમજ ઘણી નામાંકિત કંપનીઓ તથા સંસ્થામાં લીગલ એડવોકેટ તરીકે નિયુકત થયેલ છે એટલું જ પુરતુ ન હોય વકીલાત વ્યવસાયની સાથે પક્ષીપ્રેમ તથા વૃક્ષારોપણ કરી / કરાવડાવી પ્રકૃતિ તરફેનું પણ ખુબ સારૂ યોગદાન આપે છે. સીનીયર ધારાશાસ્ત્રી સુરેશભાઇ ફળદુને પોતાના ગુરૂ ધારણ કરી નાની ઉંમરે સફળતા મેળવેલ છે તેવા એડવોકેટ શ્રી રીપલ એમ. ગેવરીયાના આવતીકાલે તા. રપ-૭-ર૦ર૧ ના રોજ રપમાં વર્ષમાં પ્રવેશ કરતા મિત્રો, વકીલો, સગાસ્નેહીઓ, સમાજના અગ્રણીઓ, મીત્રો દ્વારા મો.ન ં. ૯પ૭૪૪ ૧૬૮૯૩ ઉપર જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(2:54 pm IST)