Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઇ અંદરપાના પુત્ર આર્યનનો જન્‍મદિન

ટંકારા તા. ૨૧ : ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ કિરીટ અંદરપાના પુત્ર આર્યનનો ૨૦ વર્ષ પુરા કરી ૨૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. તેઓ બીએ એમએસ યુનિવર્સિટી વડોદરા ખાતે ઉચ્‍ચસ્‍તરીય ડિગ્રી પ્રાપ્ત કરી. ટંકારાનું ગૌરવ વધારેલ છે. તેમને ચોમેરથી જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

તેમણે ધો. ૮ સુધી જામનગર અંધ કલ્‍યાણ આશ્રમ, ધો. ૯ થી ૧૨ એમ.ડી. હાઇસ્‍કૂલ ટંકારા, બીએ (ઇકોનોમિકસ) એમ.એસ યુનિવર્સિટી વડોદરામાં અત્‍યારે કમ્‍પ્‍યુટર પ્રોગ્રામમાં ઓનલાઇન કલાસ ચલાવે છે. એ ઉપરાંત રાજકીય અને જનરલ નોલેજમાં માસ્‍ટર છે.

(2:02 pm IST)