Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

કાલે દિવ્‍યાંગોના આદર્શ-જામનગરના ટેકનોસેવી-બિઝનેશમેન ભીખુભાઇ બાવરીયાનો જન્‍મ દિન

જામનગર : અથાગ મહેનત અને કર્મોના કારણે જેમને અલગ ઓળખ ઉભી કરી છે એ ટેકનોકેટ, બીઝનેશમેન અને ઉમદા સેવાભાવી દિવ્‍યાંગ વ્‍યકિતનો આજે પ-ફેબ્રુઆરીના રોજ ૪પ (પીસ્‍તાલીસ) મો  જન્‍મદીન છે.

બાલ્‍ય કાળથી ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર અને એક ઉચ્‍ચ કોટીના રાજકીય વિશ્‍લેષક તથા ભાજપા માટે સાયબર યોધ્‍ધા બનીને રાત-દિવસ કામ કરનાર આ ટેકનોસેવી ભાજપાના ઉચ્‍ચ નેતૃત્‍વ સાથે રાજકીય નહી પરંતુ માગણીઓના ઉતમ સબંધો ધરાવે છે.

બન્‍ને પગે દિવ્‍યાંગ હોવા છતાં સતત દોડતા રહેવું, કયારેય થાકવું નહીં, ચહેરા ઉપર સતત જુસ્‍સો અને સ્‍મિત પ્રગટાવીને આ દિવ્‍યાંગ અનેક લોકો માટે પ્રેરણા સ્‍વરૂપ છે.

બીઝનેશમાં સફળતા-નિષ્‍ફળતાના અનેક આયામો સાથે સતત ઝઝુમતા, સૌધ્‍ધાંતીક અને બૌધ્‍ધીકતાના ગુણો ધરાવતા વિશિષ્‍ટ માણસોનું સુગ્રંથિત સ્‍વરૂપ એટલે ભીખુ બાવરીયા છે.

તેમના ૪પ માં જન્‍મ દિવસે રાષ્‍ટ્ર નિર્માણ માટે સદાય પ્રવૃત રહે તેવી અનેકાનેક શુભકામનાઓ  પાઠવશે તેમના સંપર્ક નં.૯૯૨૫૩ ૫૫૮૮૮ છે.

(1:25 pm IST)