Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમ પુજારાનો આજે જન્મદિવસ

રાજકોટઃ શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમ પુજારાનો આજે તા.૧૩ના શુભ અવસરે જન્મદિવસ છે. વિદ્યાર્થીકાળથી જાહેર જીવનની શરૂઆત કરી વિક્રમ પુજારા વ્યવસાયે ટેક્ષ કન્સલટન્ટની સાથોસાથ જાહેર જીવન ક્ષેત્રે પણ અગ્રેસર રહ્યા છે ત્યારે જુના વોર્ડ નં.૧૨ના ભાજપ વોર્ડ પ્રમુખ તરીકે બે ટર્મસુધી જવાબદારી સંભાળી ચુકયા છે તેમજ શિક્ષણ સમિતિના સભ્ય તરીકે રહી સતત એક જાગૃત વાલી તરીકે ફરજ બજાવી હતી ત્યારે વર્તમાનમાં તેઓ શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળે છે ત્યારે પાર્ટીનું સંગઠન વધુ સુદઢ બને તે દિશામાં સતત પ્રયત્નશીલ રહ્યા છે. ત્યારે ભુતકાળમાં ગુજરાત કોમર્શીયલ ટેક્ષ બાર એસોસીએસનના ઉપપ્રમુખ તરીકે અને વર્તમાનમાં સભ્ય તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. આ ઉપરાંત હાલ જનજાગૃતિ અભિયાન, રાજકોટ મહાનગરના સહઇન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. આજે તેમના જન્મદિવસે રાજકીય આગેવાનો મિત્રો શુભેચ્કો, પરિવારજનો દ્વારા મો.નં.૯૮૨૫૮ ૮૨૫૨૫ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(3:26 pm IST)