Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

પ્રતાપભાઇ વોરાનો આજે જન્મદિનઃ શુભેચ્છા વર્ષા

મહાવિરનગર સ્થા.જૈન સંઘના પ્રમુખ, વોર્ડ નં. ૭ ભાજપ પ્રભારી તથા અંબિકા પાર્કના સેક્રેટરી

રાજકોટ તા. ૧૧ :.. ધાર્મિક, સામાજીક, રાજકીય તથા સેવાના ભેખધારી જૈન અગ્રણી, પ્રતાપભાઇ વોરા (મો. નં. ૯૪ર૭ર પપ૦૦પ), કે જેઓ પૂર્વ મહામંત્રીશ્રી ભાજપ (વોર્ડ નં. ૮), પૂર્વ સદસ્ય નગરપાલિકા શિક્ષણ સમિતિ, પૂર્વ કન્વીનર ભાજપ આર્થિક સેલ રાજકોટ શહેર, પૂર્વ ચૂંટણી ઇન્ચાર્જ વોર્ડ નં. ૮, વર્તમાન ભાજપ શહેર કારોબારી સભ્યશ્રી ભારતીય જનતા પક્ષના વોર્ડ નં. ૭ના પ્રભારી મહાવીરગનર સ્થા. જૈન સંઘના ૧૦ વર્ષથી કારોબારી સભ્ય તરીકે કાર્યરત તથા હાલના પ્રમુખ તરીકે સેવા આપી રહેલ છે. નવકાર જૈન મંડળના પ્રમુખ ઉવ્વસગર સાધના ભવનના ટ્રસ્ટીશ્રી તથા સતત ર૦ વર્ષથી અંબિકા પાર્કના સેક્રેટરી તરીકે કાર્યરત છે. તેમના જન્મ દિવસ નિમિતે ગોંડલ - નવાગઢ સ્થા. જૈન સંઘના પ્રમુખ પ્રવિણભાઇ કોઠારી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ, મહામંત્રીઓ જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, નીતિનભાઇ ભારદ્વાજ, કશ્યપભાઇ શુકલ, વોર્ડ નં. ૭-૮ ના કોર્પોરેટરશ્રીઓ-કાર્યકરો તથા કિશોરભાઇ વેકરીયા દ્વારા શુભેચ્છા મળી રહી છે.

(2:33 pm IST)