Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મસમાજના પુર્વ પ્રમુખ છેલભાઇ જોષીનો જન્‍મદિવસ

 (વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૫ : સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજના પુર્વ પ્રમુખ છેલભાઇ જોષીનો આજે ૭૬મો જન્‍મદિવસ છે.

સમસ્‍ત બ્રહ્મસમાજના ઉત્‍કર્ષ માટે દિવસ રાત જોયા વગર તન મન ધનથી સહકાર આપી સમાજ સેવામાં સદા તત્‍પર રહેતા છેલભાઇ આજે પણ યુવાનોને શરમાવે તેવી સ્‍ફૂર્તિ ધરાવે છે. આજે તેમના જન્‍મદિન નિમિતે મો.નં.૯૮૯૮૦ ૧પ૯૦પ ઉપર શુભેચ્‍છકો શુભેચ્‍છા પાઠવી રહયા છે. આજે સાંજે પ.૩૦ કલાકે જુનાગઢના મનોરંજન સર્કિટ હાઉસ ખાતે જુનાગઢ જિલ્લા સમસ્‍ત બ્રહ્મ સમાજના કે.ડી.પંડયા તથા શહેર પ્રમુખ પ્રફુલભાઇ જોષીની ઉપસ્‍થિતિમાં શુભેચ્‍છા સમારોહ યોજાશે.

(1:04 pm IST)