Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

દિલ્હી સ્થિત અધિક મુખ્ય સચિવ કે.શ્રીનિવાસને હેપ્પી બર્થ ડે

રાજકોટ : ભારત સરકારમાં ડેપ્યુટેશન પર રહેલા ગુજરાતના અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારી શ્રી કે.શ્રીનિવાસનો જન્મ તા. ૧૨ જુલાઇ ૧૯૬૭ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યા છે.

શ્રી કે.શ્રીનિવાસ મુળ આંધ્રપ્રદેશના વતની અને ૧૯૮૯ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ ભૂતકાળમાં રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર, નર્મદા નિગમમાં એમ.ડી., સામાન્ય વહીવટ વિભાગમાં અગ્રસચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. હાલ કેન્દ્રના પસૌનલ એન્ડ ટ્રેનીંગ વિભાગમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

મો. ૯૯૭૮૪ ૦૮૦૮૧ નવી દિલ્હી.

(11:47 am IST)