Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ભાજપ મિડીયા વિભાગના પૂર્વ પ્રદેશ કન્વીનર પ્રશાંત વાળાનો આજે જન્મદિવસ

રાજકોટઃ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરના સભ્ય, પૂર્વ પ્રદેશ કન્વીનર- ભાજપા મિડીયા વિભાગ, પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય, પૂર્વ પ્રદેશ કન્વીનર ભાજપા ઇન્વેસ્ટર્સ પ્રોટેકશન સેલના પ્રશાંત કુમાર વિજયકુમારવાળાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૪૨ વર્ષ પૂર્ણ કરી ૪૩ વર્ષમાં પ્રવેશ કરી રહયા છે.

શાંત,સરળ,સૌમ્ય અને મિલનસાર સ્વભાવ ધરાવતા પ્રશાંત વાળા ભાજપાના સંનિષ્ઠ  કાર્યકર છે.ટીવી ડીબેટમાં તેમની પ્રભાવશાળી અને અભ્યાસપૂર્ણ દલીલો લીધે તેઓ આજે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં બહોળો ચાહકવર્ગ ધરાવે છે.

  તેઓએ બી.કોમ.,એલ.એલ.બી. અને એમ.બી.એ. સુધીનો અભ્યાસ કરેલો છે.તેઓ શીશુકાળથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સ્વયંસેવક છે.વિદ્યાર્થીકાળમાં તેઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પણ અનેક જવાબદારીઓ વહન કરેલી છે.છેલ્લાં ૧૮ વર્ષથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છે. અર્થતંત્ર ન વિષયો પરનાં તેમનાં લેખો વિવિધ અખબારોમાં અવારનવાર પ્રસિદ્ધ થાય છે.અકિલા ન્યુઝપેપર ની વેબસાઈટ પર છેલ્લાં ૯ વર્ષથી તેમની 'આર્થિક જગત'નાં નામથી કોલમ ચાલે છે.તેઓ સૌરાષ્ટ્ર-કચ્છ ઇન્વેસ્ટર્સ ફોરમનાં છેલ્લાં ૮ વર્ષથી પ્રેસિડેન્ટ છે.તેઓએ અનેક વખત સેબી તેમજ ફાઈનાન્સ મીનીસ્ટ્રીની મીટીંગોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે.તેઓ હાલ ગાંધીનગર ખાતે નિવાસ ધરાવે છે.  તેઓ શેરબજાર,એક્ષ્પોર્ટ-ઈમ્પોર્ટ અને પ્રોજેકટ મેનેજમેન્ટ નાં વ્યવસાય સાથે જોડાયેલા છે. (મો.૯૯૨૪૨ ૦૯૧૯૧)

(12:57 pm IST)