Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

વોર્ડ નં. ૯ના કોર્પોરેટર-માલધારી સેલના પ્રમુખ જીતુભાઇ કાટોડીયાનો ૫૧મો જન્મદિવસ

રાજકોટ તા.૧૯:  શહેર ભાજપ માલધારી સેલના પ્રમુખ અને વોર્ડ નં. ૯ના કોર્પોરેટર જીતુભાઇ એમ. કાટોડીયાનો આજે ૫૧મો જન્મ દિવસ છે.૧૯/૭/૭૧ના રોજ ખડખંભાળીયા ગામે જન્મેલા જીતુભાઇ સેવાના ભેખધારી છે. રૈયાનગર પાલિકામાં ૧૯૯૭માં આરોગ્ય સમિતીના ચેરમેન તરીકે સુંદર કામગીરી બજાવી હતી. ૨૦૦૯ થી ૨૦૧૫ સુધી તેઓ માલધારી સેલના ઉપપ્રમુખ રહ્યા છે. હાલમાં પ્રમુખ છે. પાર્ટીને તેઓ સતત વફાદાર રહ્યા છે. હનુમાન મઢી ચોકમાં હનુમાનજીના મંદિરનો જીર્ણોધ્ધાર અને નવનિર્માણમાં મહત્વની કામગીરી કરી હતી. યુએલીસી મુજબ શિવપરા, હિરામન નગર સહિતના વિસ્તારના રહેવાસીઓ માટે પોતાના ઘર નજીક મામલતદાર કચેરીના સ્ટાફનો કેમ્પ યોજી સ્થળ પર જ ૧૬૦ જેટલા રહેવાસીઓ માટે યુએલસી અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવાની પ્રશંસનીય કામગીરી કરી હતી. જીતુભાઇએ એફવાયબીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને આઇટીઆઇમાં પણ એમએમવીની પદવી મેળવી છે. સામાજીક, ધાર્મિક અને સેવાકિય પ્રવૃતિમાં તેઓ સતત અગ્રેસર રહે છે. ૧૨ વર્ષથી શ્રી મોમાઇ ગરબી મંડળના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળે છે. આ કારણે શિવપરા, હિરામનનગર વિસ્તારમાં ખુબ જ ચાહના ધરાવે છે. આ વર્ષે જ કોર્પોરેટર તરીકે જંગી બહુમતિથી ચુંટાયેલા જીતુભાઇને મો. ૯૯૨૫૭ ૦૪૫૪૫ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:36 am IST)