Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમ પુજારાનો જન્મદિવસ

આંખ મારી ઉઘડે ત્યાં લોકકાર્ય દેખુ, ધન્ય મારુ જીવનકૃપા શિવની લેખુ

રાજકોટઃ રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમ પુજારાનો આજે તા.૧૩ સપ્ટેમ્બરના જન્મદિવસ છે વિદ્યાર્થીકાળથી જાહેર જીવનની શરૂઆત કરી હતી તેઓ વ્યવસાયે ટેક્ષ કન્સલ્ટન્ટ છે. જુના વોર્ડ નં.૧૨ના ભાજપ વોર્ડપ્રમુખ તરીકે બે ટર્મ શિક્ષણ સમિતિના સભ્ય, શહેર ભાજપના મંત્રી તરીકે જવાબદારી સંભાળી ચૂકયા છે અને હાલ શહેર ભાજપ ઉપપ્રમુખ તેમજ ભુતકાળમાં ગુજરાત કોર્મશીયલ ટેક્ષ્ૅા બાર એસોશિએસનના ઉપપ્રમુખ તરીકે અને વર્તમાનમાં સભ્ય તરીકે જવાબદારી સંભાળી રહયા છે. આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણી અંતર્ગત યુ.પી.ના પ્રવાસી કાર્યકર્તાઓના વિધાનસભા–૬૯ના ઇન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.

(3:32 pm IST)