Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

પૂર્વ ધારાસભ્‍ય, વર્તમાન કોર્પોરેટર ભાનુબેન બાબરિયાનો જન્‍મદિન

રાજકોટ : ૭૧ ગ્રામ્‍યના વિધાનસભાના પૂર્વ ધારાસભ્‍ય અનુ. જાતિ મોરચાના પૂર્વ રાષ્‍ટ્રી મંત્રી, રાષ્‍ટ્રીય પ્રદેશ કારોબારી સભ્‍ય અને રાજકોટ મહાનગર વોર્ડ નં. ૧ના કોર્પોરેટર શ્રીમતી ભાનુબેન મનોહરભાઇ બાબરીયાનો આજે જન્‍મદિવસ છે. તા. ૧૪/૯/૧૯૭૫ના રોજ કોટડાસાંગાણી તાલુકાના અરડોઇ ગામના જનસંઘના આગેવાન એવા માયાભાઇ રાઠોડ અને માતુશ્રી અમરતબેનને ત્‍યાં રાજકોટ ખાતે જન્‍મેલા, ભાનુબેને આજે ૪૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
ભાનુબેને વિદ્યાર્થીકાળમાં જ માં આનંદમયી સ્‍કુલમાં જીએસ તરીકે ચૂંટાયા હતા. ત્‍યારબાદ કણસાગરા કોલેજમાં બી.એ.ની ડિગ્રી મેળવી અને પોરબંદર માધવાણી કોલેજમાં એલએલબી સુધી અભ્‍યાસ કરેલ છે. રાજકોટના ભૂતપૂર્વ ધારાસભ્‍ય માધુભાઇ બાબરીયાના પરિવારના પુત્રવધુ છે. મો. ૯૯૦૪૩ ૪૩૩૨૧, ૯૪૨૭૨ ૨૦૩૯૬ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

 

(2:35 pm IST)